શોધખોળ કરો

Visavadar By Election Result : Gopal Italia : ગોપાલ વિસાવદરનો હીરો, ભવ્ય જીત!

Visavadar By Election Result : Gopal Italia : ગોપાલ વિસાવદરનો હીરો, ભવ્ય જીત!

Visavadar Election 2025: વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે.  વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય થયો છે. વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે AAPને  75,906 મત મળ્યા છે. જ્યારે 21 રાઉન્ડના અંતે ભાજપને 58,325 મત મળ્યા છે, તો બીજી તરફ  વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે કોંગ્રેસને 5,491 મત મળ્યા છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં એકલા ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા છે.

ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,581  મતથી વિજય થતાની સાથે જ  આપની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી. વરસતા વરસાદમાં વિજય ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી રહ્યા છે.  વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત સાથે જ  ભાજપમાં સોપો પડી ગયો હતો. 

વિસાવદરમાં ભાજપની કારમી હાર

જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા માટે મુખ્‍યમંત્રી ભૂપેંદ્ર પટેલ,  પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગુજરાત ભાજપના મંત્રીઓ  અને  વિસાવદર બેઠકના પ્રભારી જયેશ રાદડિયા સહિતનાએ એડીચોટીનું જોર લગાવ્‍યું હતું તેમ છતાં પણ ભાજપની કારમી હાર થઈ છે.  પરાજય થતા હાર પાછળનું કારણ મેળવવા ભાજપમાં મંથન શરૂ થયું છે.  

ચૂંટણી જીત પહેલા ગોપાલ ઈટાલીયાએ કરી હતી ભાવુક પોસ્ટ

આવતીકાલે ચુંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભચિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓને મારી એક નમ્ર વિનંતી છે, કોઈપણ ચુંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી રહે છે. જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે. જો કે ઉન્માદ કે વિષાદ એ ક્ષણિક પરિસ્થિતિ છે પરંતુ આપણા સંબંધો અને વ્યવહાર તો કાયમી હોય છે.

 મારી સૌને વિનંતી છે કે, ચુંટણીના વિજય કે પરાજયના પરિણામોને લઈને કોઈનું દિલ દુભાય એવી પોસ્ટ કે કોમેન્ટ ન કરશો. કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે કે કોઈને આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ.

આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે. આવતીકાલે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ.

ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા

વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની નિશ્ચિત જીત ઉપર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિસાવદરની જનતાનો ખુબ ખુબ આભાર. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને સંદેશ આપ્યો છે  ભાજપને જો કોઈ હરાવી શકે એમ હોય તો તે આમ આદમી પાર્ટી છે. આ પેટા ચૂંટણી એક યુદ્ધ હતું. ભાજપની સામ-દામ દંડ ભેદની કોઈપણ નીતિ કામ ન આવી. ગોપાલ ઇટાલીયા સહિત આ તમામ યુવા શક્તિની જીત છે છે. અમે અમારી સીટ પાછી જીતી છે. તમામ કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વની મહેનતનું આ પરિણામ છે.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget