Visavadar Bypoll Result 2025:| વિસાવદરમાં મોટો ઉલટફેર, AAPએ કાપી ભાજપની લીડ | Abp Asmita | 23-6-2025
Visavadar Bypoll Result 2025:| વિસાવદરમાં મોટો ઉલટફેર, AAPએ કાપી ભાજપની લીડ | Abp Asmita | 23-6-2025
વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે. 12મા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 12000 મતોની જંગી લીડ મેળવી લીધી છે. આપે 50676 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 40042 અને કોંગ્રેસને 4133 વોટ મળ્યા છે. મત ગણતરી સ્થળ પર કાર્યકર્તાઓનો જમાવડો જામ્યો છે.
કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થવાનું શરૂ થઇ ગયું છે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર અસર થઇ શકે છે. ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.
















