Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?
Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?
Rajkot News: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પર જલારામ બાપાના અપમાનનો આરોપ લાગ્યો છે. જ્ઞાનપ્રસાદ સ્વામીના નિવેદનને લઇને જલારામ બાપાના ભક્તો આક્રોશીત છે. જ્ઞાન પ્રસાદ સ્વામીએ એવો દાવો કર્યો છે કે, જલારામ બાપાને સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે, વીરપુર સાથે ગુણાતીતાનંદ સ્વામીનો ઈતિહાસ જોડાયેલો છે. જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કર્યાનો જ્ઞાન પ્રસાદે તેમના નિવેદનમાં દાવો કર્યો છે. તેમણે આ વિશે વાત કરતા કહ્ય્ હતું કે, જલારામ બાપાએ કરેલ સેવાથી ગુણાતીતાનંદ સ્વામી ખુશ થયા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા. જ્ઞાન પ્રસાદ સ્વામીનો દાવો છે કે, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જલારામ બાપાએ ગુણાતીતા સ્વામિની સેવા કરી હતી. ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપાએ ખવડાવી હતી દાલ-બાટી ખવડાવી હતી. :જ્ઞાનપ્રસાદ સ્વામીના આ તમામ નિવેદનને લઇને રઘુવંશી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ જ્ઞાનપ્રસાદ સ્વામી પાસે આ મુદ્દે સ્પષ્ટીકરણ માટે એબીપી અસ્મિતાએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. જો કે આ નિવેદનથી રઘુવંશી સમાજમાં રોષ છે. જલારામ બાપાના વશંજ ભરત ચાંદ્રાણીએ આ મુદ્દે જવાબ આપતા જણાવ્યું કે, જ્ઞાનપ્રસાદ સ્વામીનું નિવેદન સત્યથી વેગડુ છે. કારણ કે જ્ઞાન પ્રસાદે જે 200 વર્ષ પહેલાની વાત કરી તે પહેલાથી બાપાનું સદાવ્રત ચાલતું હતું. આ પહેલાથી બાપાનું સદાવ્રત 205 વર્ષથી ચાલતું હતું, તેમણે કહ્યું કે, બાપા લોકોની સેવા કરતા અને નિરંતર રામ નું રટણ કરતા, એ સિવાયની કોઈ વાત સત્ય નથી. ઉલ્લેખનિય છે કે, જ્ઞાન સ્વામીએ જલારામ બાપાને તેમને વક્તવ્યમાં એક સેવક ગણાવવાનો પ્રયાસ કર્યો છે. અને ગુણાતિતના આશિષથી જ આજ દિન સુધી બાપાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ખાસ આ નિવેદનથી રઘુવંશી સમાજની લાગણી દુભાઇ છે. આ નિવેદનનો સૌરાષ્ટ્રના અન્ય સાધુ સંતોએ પણ વિરોધ કર્યો છે અને બેજવાબદારીપૂર્ણ નિવેદન ગણાવ્યું છે.





















