Surat Crime News: સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી બીજી ઘટના! માંગરોળમાં પ્રેમીએ પહેલા તો પ્રેમિકાનું ગળું કાપ્યું અને પછી....
સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના બોરિયા ગામે એક ચકચારિત બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવકે યુવતીની ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે યુવકને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને પ્રેમ પ્રકરણમાં આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીનું નામ તેજશ્વિની ચૌધરી છે, જ્યારે યુવકનું નામ સુરેશ કાલિદાસ જોગી છે. બંને ધોરણ 12 સુધી વાડી ખાતે સાથે અભ્યાસ કરતા હતા. સુરેશ મૂળ નર્મદા જિલ્લાનો વતની છે અને હાલમાં પલસાણા તાલુકાના ગંગાધરા ગામે રહે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરેશ આજે યુવતીને મળવા માટે વાંકલ આવ્યો હતો.



















