Banas Dairy Election : બનાસ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર, શંકર ચૌધરીએ સુરતમાં અમિત શાહ સાથે કરી મિટિંગ
નાસકાંઠાની બનાસ ડેરીને લઈ ભાજપના જ સહકારી નેતાઓમાં રાજનીતિમાં ઊભરો જોવા મળ્યો હતો. ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે અનેક દિગ્ગજો ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે શંકર ચૌધરી સુરત પહોંચ્યા હતા. સુરતમાં શંકર ચૌધરીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. અમિત શાહ અને શંકર ચૌધરી વચ્ચે 30 મિનિટ બેઠક ચાલી હતી. બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી હતી. શંકર ચૌધરીની પેનલના વિરોધમાં દિગ્ગજોએ ફોર્મ ભર્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પાલનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ મંત્રી પરબત પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે.
બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજોએ ઉમેદવારી કરી છે. શંકર ચૌધરીની પેનલના વિરોધમાં દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે. ધાનેરા APMCના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. વડગામના પૂર્વ ચેરમેન કે.પી.ચૌધરીએ ઉમેદવારી પણ કરી છે. શંકર ચૌધરી તેમના પ્રતિનિધિ મારફતે ઉમેદવારી પત્ર જમા કરાવશે. બનાસ ડેરીની ચૂંટણીમાં વાઈસ ચેરમેને ઝંપલાવ્યું હતું. વાઈસ ચેરમેન ભાવા રબારીએ ઉમેદવારી નોંધાવી હતી. અમીરગઢ બેઠકથી ભાવા રબારીએ ફોર્મ ભર્યું હતું. સમર્થકો સાથે ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પૂર્વ મંત્રી હરિ ચૌધરી સામે વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી મેદાને ઉતર્યા હતા. બનાસ ડેરીના ડિરેક્ટર ભરત ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી.




















