CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?
CNG Gas Price Hike | સુરત :- ગુજરાત ગેસ કંપની CNG ગેસના ભાવ માં વધારો. સીધો એક રૂપિયાનો વધારો . પહેલા ૭૪.૨૬ રૂપિયા ભાવ હતો . જે આજે ૭૫.૨૬ રૂપિયા પ્રતિકિલો ભાવ થયો.
તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ?
જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. ફરી એકવાર સીંગતેલ મોંઘુ બન્યું છે. સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે સીઝન દરમિયાન સીંગતેલમાં નવેમ્બર ડિસેમ્બર દરમિયાન 2650 થી 2700 રૂપિયા સુધી હતો. ત્યારબાદ ઘટીને 2550 રૂપિયા થઈ ગયા હતા. ત્રણ મહિનાની અંદર 150 રૂપિયા જેટલો ભાવ ઘટાડો આવ્યો હતો. વરસાદની સિઝન આવતા સીંગતેલની માંગ વધી છે. આ ઉપરાંત મગફળીની આવક પણ હવે નથી રહી તેમજ સાર્વત્રિક વરસાદ પણ થયો છે. ડીસા તરફ વરસાદ વહેલો પડતા મગફળીની સિઝન પણ વહેલી પૂર્ણ થઈ છે. હાલમાં બ્રાન્ડેડ સીંગતેલના ભાવ હાલમાં 2650 રૂપિયા થયા છે અન્ય સિંગતેલના ભાવ 2500 જોવા મળી રહ્યા છે.