Valsad Rain : વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, આખું રેલવે ગરનાળું પાણીમાં ડૂબી ગયું
Valsad Rain : વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, આખું રેલવે ગરનાળું પાણીમાં ડૂબી ગયું
લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા વલસાડ જિલ્લામાં..... આજે સવારથી વલસાડ વલસાડ સહિત જિલ્લાના વાપી, ધરમપુર ,પારડી અને ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.. લાંબા વિરામ બાદના સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે... તો ભારે વરસાદના કારણે શહેરના છીપવાડ ગરનાળુ, મોગરાવાડી, એમજી રોડ, તિથલ રોડ સહિતના વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે...
લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી છુટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.... મોડી રાતથી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે... વલસાડ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે.... શહેરના એમજી રોડ પર નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા... તો મહાદેવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી આંકડાની વાત કરીએ તો... સવારના 6થી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.... સાથે પારડીમાં અઢીં ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે..





















