Surat news : સુરતના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ હોવાનો સ્થાનિકોનો આરોપ
સુરતના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ હોવાનો સ્થાનિકોનો આરોપ. 25 દિવસ સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. મુખ્ય સર્વિસ લાઈનો કેબલ ક્ષતિગ્રસ્ત થયો છે.. ત્યારે સરપંચ દાવો કર્યો કે. સતત વરસાદના કારણે કેબલ બદલવામાં મુશ્કેલી થઈ રહી છે.. જો કે એક સપ્તાહ પહેલા જ ગામની વિશ્વકર્મા સોસાયટીમાં દીપડાએ મારણ કર્યું હતું. ત્યારે સ્થાનિકોએ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહે તે જરૂરી હોવાની માગ કરી. તો આ તરફ GEBના અધિકારીએ દાવો કર્યો કે.. એક સોસાયટીની ફરિયાદ આવી છે.. પરંતુ હાલ કેબલ ઉપલબ્ધ નથી.. કેબલ આવશે એટલે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે.
દીપડાની દહેશત વચ્ચે સુરત જિલ્લાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી છવાયો છે અંધારપટ. મુખ્ય સર્વિસ લાઈનનો કેબલ ક્ષતિગ્રસ્ત થતા ગામની 25 સ્ટ્રીટ લાઈટો છેલ્લા 20 દિવસથી બંધ છે.. સરપંચનું કહેવું છે કે સતત વરસી રહેલા વરસાદને લીધે કેબલ બદલવામાં મુશ્કેલી પડી રહી છે.. તો બીજી તરફ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અને દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં પણ ડરનો માહોલ છે.. ગયા સપ્તાહે દીપડાએ વિશ્વકર્મા સોસાયટી પાસે મારણ કર્યુ હતુ.. જ્યારે એક મહિના અગાઉ પણ દીપડાની લટાર સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ હતી.. ત્યારે તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો શરૂ કરવાની ગ્રામજનો માગ કરી રહ્યા છે..





















