Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું
Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો. ઉપરવાસમાંથી ડેમમાં 4 લાખ 20 હજાર 483 ક્યૂસેક પાણીની આવક. 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 12 સેમીનો વધારો. નર્મદા ડેમના 15 દરવાજા 3.35 મીટર સુધી ખોલાયા
નર્મદા ડેમમાંથી 3 લાખ 35 હજાર 797 ક્યૂસેક પાણી છોડાયું. નર્મદા ડેમ 90 ટકા ભરાયો. ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામોને કરાયા એલર્ટ.
વડોદરા જિલ્લામાં નર્મદા નદીની સપાટીમાં સતત વધારો. શિનોર, કરજણ તાલુકામાં નર્મદા નદી બે કાંઠે. શિનોર તાલુકાના નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ. કરજણ તાલુકાના નદી કાંઠાના ગામોને કરાયા સાવચેત. લોકોને નદી કાંઠેથી દુર રહેવા પ્રશાસનની અપીલ.
મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. કડાણા ડેમમાં 99 હજાર 740 ક્યૂસેક પાણીની આવક. કડાણા ડેમમાંથી 1 લાખ 19 હજાર 450 ક્યૂસેક પાણી છોડાયું. મહીસાગર નદીમાં પાણી છોડાતા 106 ગામને કરાયા એલર્ટ.
હજુ પણ વધુ માત્રામાં પાણી છોડવામાં આવે તેવી શક્યતા.





















