શોધખોળ કરો
SOU Demolition Protest : SOU ખાતે ગેરકાયદે દુકાનોના ડિમોલિશનનો વિરોધ કરતાં દુકાનદારોની અટકાયત
SOU Demolition Protest : SOU ખાતે ગેરકાયદે દુકાનોના ડિમોલિશનનો વિરોધ કરતાં દુકાનદારોની અટકાયત
સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દબાણ દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી અને જેનો વિરોધ કરવામાં આવ્યો છે. વાગડિયા ચોક પોસ્ટ પાસે ગ્રામજનોએ હોબાળો કર્યો. ગ્રામજનોએ વાહન વેપાર પણ અટકાવ્યો હતો. જો કે પોલીસે 10 લોકોને ડિટેન પણ કર્યા છે. વહેલી સવારથી જ 34 જેટલી નાની મોટી ગેરકાયદી દુકાનો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
જો કે આ પહેલા જ દુકાનદારોએ પોતાનો સામાન હટાવવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો. હાલ એકતાનગરમાં વાગડિયા ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે નર્મદા નિગમની જે સરકારી જમીન હતી એ સરકારી જમીન પર છેલ્લા કેટલા વખતથી સ્થાનિક લોકો દ્વારા નાની મોટી લારી ગલ્લા અને રોજી રોટી મેળવતા હતા, પણ વહીવટી તંત્ર દ્વારા આજે એનું ડિમોલિશન હાથ ધરવામાં આવતા જ વાઘડિયા ચેકપોસ્ટ પરથી દરેક પ્રવાસીઓને ચેક કર્યા બાદ જવા દેવામાં આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓને આઈડેન્ટી કાર્ડ ચેક કરીને જવા દેવામાં આવે છે, પણ સ્થાનિક લોકો દ્વારા જે વિરોધ ઉભો કરવામાં આવતા નર્મદા પ્રશાસન નર્મદા પોલીસ દ્વારા 13 થી 14 લોકોને ડીટેઇન કરાયા હતા.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ



















