Surat Civil : સુરત સિવિલમાં બેડ ખૂટી પડ્યા, એક બેડ પર 2 બાળકની સારવાર, જુઓ અહેવાલ
Surat Civil : સુરત સિવિલમાં બેડ ખૂટી પડ્યા, એક બેડ પર 2 બાળકની સારવાર, જુઓ અહેવાલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો સુરતમાં.. સિવિલમાં એક બેડ પર બે બાળકની સારવારનો વીડિયો વાયરલ... 48 કલાકમાં 40થી વધુ બાળક થયા દાખલ... સુરત સિવિલમાં બેડ ખૂટ્યા, 1 બેડ પર 2 બાળકની સારવાર. શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો.
સુરતની સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા એક બેડ પર બે બાળકોને સારવાર આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે... મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધ્યો છે..ખાસ કરીને સિવિલના બાળકોનો વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતાં એક બેડ પર બે બાળ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે.7મા અને 8મા માળે બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા 25 ટકા વધી જતાં એક બેડ પર બે બાળ દર્દી દાખલ કરવા પડ્યા છે.48 કલાકમાં 40થી વધુ બાળકોને પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરાયા..ડૉક્ટર અનુસાર, હવામાનમાં બદલાવ આવતા વાયરલ ઈન્ફેક્શન તેમજ ડેન્ગ્યૂ-મેલેરિયાના બાળ દર્દીઓની સંખ્યા વધી છે.



















