શોધખોળ કરો
Surat News : મનપાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ કરાયું રજુ, જુઓ બજેટમાં કઈ બાબતોનો થયો ઉલ્લેખ...
Surat News : સુરત મહાનગર પાલિકાનું વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું છે.સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે તેવું બજેટ રજૂ કર્યું છે.સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત ત્રણ-ચાર દિવસના રાત ઉજાગરા કરી તૈયાર કરેલા વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ મનપા કમિશનરે આજે જાહેર કર્યું છે. સુરત મહાનગર પાલિકા કમિશ્નરે વર્ષ 2024-25 માટે 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે અધધ રૂપિયા 4121 કરોડની જોગવાઈ કરી છે.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ




















