Surat news: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં. યુનિવર્સિટીના કેમ્પસની દીવાલો પર પાન મસાલાની જાહેરાતથી વિવાદ સર્જાયો છે. એક તરફ જ્યાં વિદ્યાર્થીઓને ગુટખાથી દુર રાખવા અલગ અલગ સેમિનાર યોજાય છે. ત્યારે કેમ્પસની દીવાલ પર જ આ રીતે પાન મસાલાની જાહેરાત થતા યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારી છતી થઈ. સિક્યોરિટી ગાર્ડ પાછળ લાખો ખર્ચ કરવા છતા દીવાલો પર પાનમસાલાની જાહેરાતથી સિક્યોરિટી ગાર્ડની પણ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. જો કે વિવાદ વકરતા આખરે આ જાહેરાતો પર કલર મારવામાં આવ્યો છે. તો બીજી તરફ કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જાહેરાત કોણ લગાવી ગયુ તે અંગે યુનિવર્સિટી તપાસ કરી રહી છે. ગેરકાયદે જાહેરાત લગાવનારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.. સિક્યોરિટી ગાર્ડને પણ નોટિસ ફટકારીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
















