Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીનો ભોગ માસૂમ વિદ્યાર્થિની બની હતી. નીચે ઉતરેલી બાળકીને સ્કૂલ વાન ચાલકે ઢસડતા ગંભીર ઈજા પહોંચી છે. આગળની સીટ પર બેસેલી બાળકી નીચે ઉતરતા જ ડ્રાઈવરે વાન હંકારી હતી જેમાં બાળકીને ટક્કર માર્યા બાદ આગળ સુધી ઢસડીને લઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી.
સુરતમાં સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. આ બેદરકારીનો ભોગ માસુમ વિદ્યાર્થીની બની હતી. ઘોડદોડ રોડ વિસ્તારની આ ઘટના છે. અહીં સ્કૂલ વેનમાંથી ઉતરેલી માસુમ બાળકીને જ વેન ચાલક ઢસડી હતી. બાળકીને માથાના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે.





















