Surat School Bomb Threat : સુરતની 2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
Surat School Bomb Threat : સુરતની 2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
આજે ગુજરાતના બે શહેરને ધમકી ભર્યાં મેઇલ મળ્યાં છે. અમદાવાદ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો સુરતની બે સ્કૂલને પણ આવો જ ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. સુરતની જીડી ગોયેન્કા અને લાન્સર આર્મી સ્કૂલને બોંબથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇ મેઇલ મળ્યો છે. આ ધટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. એરપોર્ટ પર ડોગસ્ક્વોડ સાથે પોલીસ પહોંચી છે અને સઘન તપાસ શરૂ કરી છે. સુરતની બંને સ્કૂલને આવા ધમકી ભર્યાં મેઇલ મળતાં સ્કૂલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી અને વાલી અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ મેઇલના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવાઇ છ. અમદાવાદ એરપોર્ટ અને સુરતની બંને સ્કૂલ, જીડી ગોયેન્કા, લાન્સર આર્મી સ્કૂલ પર પોલીસ ટીમ પહોંચી ગઇ છે અને સઘન તપાસ શરૂ કરી છે.





















