Surat news: સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોએ લીધો વધુ ચાર નાગરિકોના ભોગ
સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોએ લીધો વધુ ચાર નાગરિકોના ભોગ.. રામનગરમાં રહેતી સાત વર્ષીય બાળકીનું તાવની બીમારીથી મોત.. તો લિંબાયતમાં વૃદ્ધનું ઝાડા-ઉલ્ટીની બીમારીથી, સચિન વિસ્તારમાં 16 વર્ષના કિશોરનું તાવથી અને પાલી ગામના ગણેશ પાસવાન નામના બાળકનું તાવ અને શ્વાસ લેવાની તકલીફ થતા મોત નિપજ્યું છે.. એબીપી અસ્મિતા સાથે વાત કરતા નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જીગીષા પાટડીયાએ રોગચાળા મુદ્દે માહિતી આપી.. ડોક્ટર જીગીષા પાટડીયા મુજબ નવી સિવિલમાં રોજના 850થી વધુ દર્દીઓ પૈકી 300થી વધુ દર્દીઓ પીડિયાટ્રિક વિભાગમાં સારવાર માટે આવે છે.. પાંડેસરા, વડોદ, લિંબાયત, ઉધના અને સચિન વિસ્તારમાં વધુ રોગચાળો વકર્યો છે.. દર્દીઓમાં શરદી, ખાંસી, તાવના લક્ષણો જોવા મળી રહ્યા છે.. સિવિલ હોસ્પિટલમાં દવાનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે..





















