(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી
Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના સ્પષ્ટ સંકેતો વર્તાઈ રહ્યા છે. ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાની બેફામ બયાનબાજીથી મોટા વિવાદના સંકેતો મળ્યા છે. જેમને ખેસ પહેરાવ્યો તેવા ભાજપના નેતા વિરુદ્ધ જેર ઓકવાનું નિશાળિયાએ શરૂ કર્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ વિરુદ્ધ વાણી વિલાસ શરૂ કર્યો.
સહકારી સંઘ અગ્રણી અજીત ઠાકોરે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સહકારી મંડળીઓમાં જૂથવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે મેન્ડેટ આવે તે પહેલા ચૂંટણી મુલતવી રહી. યોગ્ય અને વફાદાર વ્યક્તિને જ મેન્ડેટ આપવું જોઈએ, જૂથવાદ બંધ નહીં થાય તો સહકારી મંડળીઓ બંધ થઈ જશે.
જિલ્લા સહકારી સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટરોને વિશ્વાસ છે કે આ માણસ એક સંસ્થાને પ્રમાણિક રીતે ચલાવી રહ્યા છે. અન્ય સંસ્થાઓ તૂટવા બેઠી છે. જિલ્લાની કોપરેટીવ સેક્ટરની સંસ્થાઓ પાંચ વર્ષમાં મેન્ડેટ લાવીને આવવાનો કોઈનો હક નહીં રહે એ રીતે ખલાસ થવા બેઠી છે. આ એક પ્રમાણિક અને ઓનેસ્ટ માણસ જે પ્રવીણભાઈ પટેલ છે એને રાવા દેવો જોઈએ. એને તમામ ડિરેક્ટરો બધા બોલે છે કે ભાઈ આ જ જોવે, આ જ જોવે. પછી તમે શું કામ દરેક સંસ્થાઓ તોડી પાડો છો. જિલ્લાની બે ચાર સંસ્થાઓ છે એ તો તૂટીને નવરી થવાના કિનારે આવી રહી છે. અને આવું ને આવું કરશો તો આવા ઓનેસ્ટ માણસો પોલિટિકમાં રહે નહીં. પાર્ટીએ એમને પાર્ટીને કોપરેટીવ સેક્ટર મજબૂત કરવા મૂક્યા છે જ્યારે આ જ લોકો પાર્ટીને તોડી પાડવા બેઠા છે. કોપરેટીવ સેક્ટર ખલાસ થવાના આરે આવી ગયા છે.