Vadodara News: ડ્રેનેજ પાણીની લાઈન માટે ખોદેલા ખાડા ચોમાસામાં જોખમકારક સાબિત થશે
ચોમાસાની શરૂઆત છતાં વડોદરા શહેરના રાજમાર્ગો પર ડ્રેનેજ પાણીની લાઈન માટે ખોડાયેલા ખાડા જેમ ને તેમ પડ્યા છે જે શહેરીજનો માટે જોખમકારક સાબિત થશે.
વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટના પાપે વડોદરાની જનતાને ચોમાસામાં હેરાન થવાનો વારો આવશે. ચોમાસાની શરૂઆત થઇ ચૂકી હોવા છતાં શહેરના રાજમાર્ગો ઠેર ઠેર ખાડા યથાવત છે. ડ્રેનેજ તથા પાણીની લાઇનો માટે ખોડવામાં આવેલા ખાડાઓ ચોમાસા દરમિયાન મોતના ખાડા સાબિત થઇ શકે છે..નિઝામપુરા, ફતેહગંજ, રાવપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોરવામાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે...મહત્ત્વની વાત એ છે કે, મોટા ખાડાઓ હોવા છતાં બેરિકેટ પણ રાખવામાં આવ્યા નથી..જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે...સ્થાનિકોની માગ છે કે એસી ચેમ્બરમાં બેસી આરામ ફરમાવતા ભાજપના શાસકો અને અધિકારીઓ રોડ પર ઉતરે અને સમસ્યાનો ઉકેલ લાવે.





















