Vadodara: ગરબા પંડાલમાં રીલના નામે અશ્લિલ ચેનચાળા, વડોદરામાં યુનાઈટેડ વેના ગરબામાં યુવક-યુવતીનો વીડિયો વાયરલ
વડોદરાના ગરબા પંડાલમાં રીલના નામે અશ્લીલ ચેનચાળા કરતા યુવક અને યુવતી જોવા મળ્યા હતા. યુનાઈટેડ વેના ગરબામાં યુવક- યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. ગરબા પંડાલમાં જાહેરમાં યુવક- યુવતીએ અશોભનીય હરકત કરી હતી. યુવક યુવતીને ઉંચકી અશોભનીય હરકત કરતો વીડિયો ચર્ચામાં છે. નવરાત્રિ પંડાલમાં થયેલી હરકતની સંતોએ વખોડી હતી. માતાજીની આરાધનાના સ્થાને અશ્લીલ હરકતથી આક્રોશ જોવા મળ્યો હતો. શું આ અશ્લીલ હરકતો સામે પોલીસમાં ફરિયાદ નોંધાશે.
નવરાત્રિ પંડાલમાં થયેલી હરકતની સંતોએ આકરી ટીકા કરી હતી. જ્યોર્તિનાથ મહારાજે ચિંતા વ્યકત કરી હતી. આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. માતાની આરાધનાના સ્થાને અશ્લીલ હરકતથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ બાદ મોરબીમાં ગરબાના આયોજન સ્થળે ફિલ્મી ગીતોના તાલે ઠુમકા લગાવ્યા હતા.





















