Netherlands Accident News: યુરોપિયન દેશ નેધરલેન્ડમાં હાઈસ્પીડ ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ
હાઇ સ્પીડ ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કર.. નેધરલેન્ડના મેટરેન શહેરમાં ટ્રેન લેવલ ક્રોસિંગ પર ફસાયેલા ટ્રક સાથે અથડાઇ.. સમગ્ર ઘટના CCTVમાં કેદ. અકસ્માતમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત
યુરોપિયન દેશ નેધરલેન્ડમાં હાઈસ્પીડ ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ..નેધરલેન્ડના મેટેરેન વિસ્તારમાં બનેલી દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો. રેલવે ફાટક બંધ થયા બાદ મહાકાય ટ્રક તેમાં ફસાઈ ગઈ. ડ્રાઈવરે ઘણીવાર ટ્રકને પાછળ લેવાની કોશિશ કરી. આ દરમિયાન અચાનક એક હાઈસ્પીડ ટ્રેન ત્યાં આવી અને ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રકના ટુકડા થઈ ગયા.ટ્રકનો કાટમાળ આસપાસના વિસ્તારમાં વિખેરાઈ ગયો. અકસ્માતમાં ટ્રેનને પણ નુકસાન થયું..દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.





















