લોકોને પડતી હાલાકી પર બોલ્યા મોદી, કહ્યું- "મને 50 દિવસ આપો, દેશની સફાઇ ના થઇ તો આપજો સજા"
પણજીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંદી પર નિવેદન આપ્યું છે. મોદી ગોવાના પણજીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, દેશના લોકો મને 50 દિવસ આપે, 30 ડિસેમ્બર બાદ મારી કોઇ પણ ભૂલ નીકળે તો તેની સજા મેળવવા માટે હું તૈયાર છું. ઇમાનદાર લોકો આ કામમાં મને સાથ આપે.
ભાષણ દરમિયાન મોદીએ ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, મે દેશને ક્યારેય અંધારામાં રાખ્યો નથી. મેં ઇમાનદારીથી કામ કર્યું છે. મોદી બોલ્યા- હું ખુરશી માટે જન્મ્યો નથી, મેં દેશ માટે બધુ છોડ્યુ છે. મારે 70 વર્ષની બીમારી 17 મહિનામાં મટાડવાની છે. મે મંગળવારના રોજ જાહેરાત કરી ત્યારે કહ્યુ હતું કે, આ નિર્ણયથી લોકોને પરેશાની થશે પરંતુ મે જોયુ કે લોકો મુશ્કેલીઓ છતાં કહી રહ્યા છે લોકો સરકારની સાથે છે.




















