ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, 130 દેશોના પ્રતિનિધિઓ હાજર
અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર ખાતે 'ટેક્સટાઇલ ઇન્ડિયા 2017' અંતર્ગત મહાત્મા મંદિર ખાતે ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં 130 દેશોના ટેક્સટાઇલ ક્ષેત્રનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે મોદીએ 78 હજાર સ્કવેર મીટરમાં લાગેલા વિશાળ એક્ઝિબિશન સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું અને મુલાકાત લીધી હતી.
આ કોન્ફરન્સથી બિઝનેસ ટૂ બિઝનેસ ચેઇનમાં ભારત સહિતનાં દેશોની મજબુત ચેઇન બનશે. રોકાણની સાથે સાથે ટેક્નોલોજીની આપ-લે માટે પણ કાર્યક્રમ મહત્વનો છે. જેમાં 2500થી વધુ ઓવરસીઝ ખરીદકારો તથા 15000 જેટલા ડોમેસ્ટીક વિઝીટર નોંધાયા હતા.
ગાંધીનગરમાં કાર્યક્રમ, વડાપ્રધાન, વીઆઇપી મહેમાનો તથા મુલાકાતીઓની સુરક્ષા અને જરૂરી વ્યવસ્થા માટે ગુજરાત સરકારનાં અધિકારીઓની સાથે ગાંધીનગર જિલ્લાનું સમગ્ર સરકારી તંત્ર ખડેપગે છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે.