(Source: Poll of Polls)
'સની લિયોની તું ક્યારે ગર્ભવતી બની, ક્યારે બાળકો પેદા કર્યા', કઇ એક્ટ્રેસે ઉઠાવ્યો સવાલ
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ તાજેતરમાં જ ત્રણ બાળકો અને પતિ ડેનિયલ વેબર સાથેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું હતું કે, અહીં કોઇ શંકા ના રહે એ માટે જણાવું છું કે અશર અને નોઓ અમારા બાયોલોજીકલ બાળકો છે. અમે ત્રણ વર્ષ અગાઉ સરોગેસીની પસંદગી કરી હતી. હવે અમારો પરિવાર પૂર્ણ થઇ ગયો છે. સનીની મા બનવા પર રાખી સાવંતે કટાક્ષ કર્યો હતો. તેણે આ સંબંધમાં એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.
રાખીએ સવાલ કર્યો હતો કે, જ્યારે સની લિયોન ગર્ભવતી હતી જ નહી તો તે બે બાળકોની માતા કેવી રીતે બની ગઇ. રાખીએ પહેલા તો સનીને ત્રણ બાળકોની માતા બનવા પર શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ અનેક સવાલ ઉઠાવ્યા હતા.
રાખી સાવંતે કહ્યું,”હાય સની લિયોની, હું ખુબ જ ખુશ છું કે, તે જુડવા બાળકોને જન્મ આપ્યો છે, તમને શુભેચ્છા. યાર મને તો ખબર જ ના પડી કે, તું ગર્ભવતી ક્યારે બની અને બાળકો ક્યારે પેદા કરી લીધા? ચૂપચાપ રીતે તે આ બધુ કરી લીધુ. એક બાજુ લૈલા મેં લૈલા ગીતમાં કામ કરી લીધુ અને બાળકોને જન્મ પણ આપી દીધો. અચ્છા તો જ્યારે તું એલએ ગઇ હતી ત્યારે બાળકોને જન્મ આપ્યો? તે આ બાળકોને ભારતમાં જન્મ આપ્યો કે વિદેશમાં. ખેર કંઇ ખબર નથી પરંતુ તું જે કરી રહી છે તે ખુબ જ સારૂ છે.”