રોહિત શર્માએ એલિયન સાથે કર્યો ડાન્સ, વીડિયો જોઇ હસી હસીને થાકી જશો
મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા હાલમાં ઇન્ડિયન પ્રિમિયર લીગની તૈયારીમાં વ્યસ્ત છે. આઇપીએલની તૈયારી વચ્ચે રોહિત શર્મા ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેનો અલગ જ અંદાજ જોવા મળશે. મેદાન પર ગંભીર ચહેરા સાથે જોવા મળતા રોહિત શર્માનો આ કૂલ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. રોહિત શર્મા આ વીડિયોમાં એલિયન ડાન્સ કરી રહ્યો છે.
રોહિત શર્મા જાણીતી એપ મ્યૂઝિકલી મારફતે એલિયન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ડમેટુકોસીટા ગીત પર તે ડાન્સ મૂવ્સ કરી રહ્યો છે. આ વીડિયો શેર કરતા રોહિતે લખ્યું કે, એલિયન સાથે ડાન્સ કરવાની ચેલેન્જમાં મેં હાથ અજમાવ્યો છે. જો તમે પણ આ ચેલેન્જ સ્વીકારવા માંગતા હોય તો મ્યૂઝિકલી એપ ડાઉનલોડ કરો.
















