સિંગર પૈપોને બાળકીને કરી કિસ, ફરિયાદ દાખલ, વીડિયો વાયરલ
મુંબઇઃ એક રિયાલીટી શોમાં મેન્ટોરની ભૂમિકા નિભાવી રહેલા બોલિવૂડ સિંગર પૈપોને એક બાળકીને જબરદસ્તીપૂર્વક કિસ કરવા મામલે મુંબઇ પોલીસ કાર્યવાહી કરી શકે છે. હાલમાં મહારાષ્ટ્ર સરકારે મુંબઇ પોલીસને તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રની મહિલા અને બાળ કલ્યાણમંત્રી વિદ્યા ઠાકુરે સગીરા સ્પર્ધકને કિસ કરવાનો વીડિયો સામે આવ્યા બાદ લાગી રહેલા આરોપોને લઇને તપાસની માંગ કરી છે. વિદ્યા ઠાકુરે મુંબઇ પોલીસ કમિશનરને કેસની તપાસના નિર્દેશ આપ્યા છે. મહારાષ્ટ્ર મહિલા આયોગે પણ આ મામલાને ધ્યાનમાં લઇને વીડિયો પર વિરોધ નોંધાવ્યો છે.
રિયાલીટી શો ધ વોઇસ ઓફ ઇન્ડિયા કિડ્સમાં હોળીના તહેવારને લઇને એક ખાસ એપિસોડ શૂટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને ફેસબુક પેજ લાઇવ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો અને પૈપોન હોળીની ઉજવણી કરી રહ્યા છે. ઉજવણી દરમિયાન પૈપોન એક બાળકીને કિસ કરે છે. પીડિત બાળકીએ કહ્યું કે, અમે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. પૈપોન સરે કાંઇ ખોટું કર્યું નથી. તેમણે મને બાળકી સમજીને કિસ કરી છે જેવી રીતે મારા માતાપિતા કરે છે. પ્લીઝ તેનો ખોટો અર્થ કાઢો નહીં.