શોધખોળ કરો
સુરત અગ્નિકાંડ પર ગરમાઈ રાજનીતિ, હાર્દિક પટેલે CMનું માંગ્યું રાજીનામું, જુઓ વીડિયો
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં શુક્રવારે લાગેલી ભીષણ આગમાં 22ના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી છે અને ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે બિલ્ડર હરસુલ અને જિજ્ઞેશ હજુ સુધી ફરાર છે. સુરતમાં તમામ ક્લાસિસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે બે ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ડેપ્યુટી ફાયર ઓફિસર એસ કે આચાર્યને સસ્પેન્ડ કરાયા હતા.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















