શું આપના ફોનનો ટચ ગ્લાસ તૂટી ગયો છે? તો આ ટ્રિકથી ટચ સ્ક્રિન ચાલુ કરો
મોબાઇલમાં એવા અનેક ફીચર છે, જેના વિશે કદાચ આપ અજાણ હશો અથવા તો તેનો આપણે ક્યારેય ઉપયોગ નહી કર્યો હોય. આજે અમે આપને એક એવી જ ટ્રીપ બતાવી રહ્યાં છીએ. જે ખૂબ જ કામની છે. કેટલીક વખત આપે જોયું હશે કે ફોન પડી જવાના કારણે તેનો ટચ ગ્લાસ તૂટી જાય છે અને ટચ સ્ક્રિન કામ નથી કરતું. જો કે આ સ્થિતિમાં પણ આપ ફોનને ચલાવી શકો છો.એ પણ રિપેર કરાવ્યાં વગર, કેવી રીતે જાણીએ. માની લો કે, ટચ ગ્લાસ રાઇટ સાઇડમાંથી તૂટ્યો હશે તો અહીં ટચ સ્ક્રિન કામ નહીં કરે. આ સ્થિતિમાં આપ આપના સેટિંગ્સમાં જાવ અને વન હેન્ડેડ મોડનો ઉપયોગ કરો. જેનાથી આપ આપની ટચ સ્ક્રિનને સ્મોલ કરી શકો છો એટલે ડિસપ્લેને એક સાઇડ કરી શકો છો અને ફોનનો યુઝ સરળતાથી કરી શકો છો.આ સ્ટેપ ફોલો કરવાથી તૂટેલી સ્ક્રિન હશે તો પણ ટચ સ્ક્રિન ફરીથી કામ કરવા લાગશે.
















