જો કે મીડિયાએ ગુપ્તચર એજન્સીઓને ટાંકીને આપેલા અહેવાલમાં દાવો કર્યો હતો કે આ વાત ખોટી છે અને જંગી પ્રમાણમાં આતંકવાદી કેમ્પો ધમધમે જ છે. આ કેમ્પો હિઝબુલ મુઝાહિદ્દીન, લશ્કરે તઈબા, જૈશ એ મહંમદ, હુજી, અલ બદ્ર સહિતનાં સંગઠનોના આતંકવાદીઓ તાલીમ આપે છે.
3/6
પઠાણકોટ એર બેઝ પરના આતંકવાદી હુમલા પછી ભારતીય લશ્કરના લડા જનરલ દલબિરસિંહે દાવો કર્યો હતો કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં 42 આતંકવાદી કેમ્પ હતા. તેમાંથી 25 આતંકવાદી કેમ્પ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે બંધ કરાયા હોવાનો તેમણે દાવો કર્યો હતો.
4/6
આ દરેક કેમ્પમાં 45થી 50 આતંકવાદીઓને તાલીમ અપાય છે તે જોતાં હજુ પણ લગભગ 7500 આતંકવાદીઓ આ તાલીમ કેમ્પોમાં છે. દરેક આતંકવાદીને 30થી 35 દિવસની તાલીમ અપાય છે અને પછી તેમને લોંચ પેડ ખાતે મોકલી અપાય છે. ત્યાંથી તેમને ભારતમાં ઘૂસાડાય છે.
5/6
ભારતે સાત કેમ્પનો સફાયો કર્યો હોવાનું કહેવાય છે પણ હજુ આવા બીજા 160 કરતાં વધારે કેમ્પ ધમધમી રહ્યા હોવાના ગુપ્તચર એજન્સીઓના અહેવાલ છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર અને લાહોર વચ્ચે મોટા ભાગના આતંકવાદી કેમ્પ આવેલા છે અને તેમની સંખ્યા 160 જેટલી છે.
6/6
નવી દિલ્હીઃ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ત્રાટકીને 7 આતંકવાદી કેમ્પોનો ખાતમો બોલાવ્યો તેના કારમે છાકો પડી ગયો છે. આ સર્જીકલ સ્ટ્રાઈકના કારણે આતંકવાદીઓને મોટો ફટકો પડ્યો છે પણ તેમને સાફ કરવા ભારતે ઘણું કામ કરવાનું બાકી છે.