શોધખોળ કરો
અમેરિકાની ચુંટણીમાં ત્રણ ભારતીયોએ ડંકો વગાડ્યો, ટ્રંપની જીતમાં આપ્યું યોગદાન
1/4

શ્રી જય ચૌધરી નોર્થ કેરોલીના ના ૧૬ માં ડિસ્ટ્રીકટ ખાતે સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે, રિપબ્લીકન બિઝનેસમેન એરિક વિવર સામે ૬૫ ટકા મત થી વિજય પ્રાપ્ત કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
2/4

૨૫ વર્ષીય શ્રી નિરજ અંતાણી ઓહિયો ૪૨ ડિસ્ટ્રીકટમાંથી સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ તરીકે ચૂંટાઈ આવ્યા છે. શ્રી નિરજ અંતાણીએ ૬૩ ટકા મત સાથે મેરિસ હેન્ડિલીને ૩૭ ટકા વોટ સાથે હરાવ્યા છે. અને ફરીવાર તેઓ બે વર્ષ માટે કામગીરી બજાવશે. શ્રી નિરજ અંતાણીએ બેચલર્સ ઈન પોલીટીકલ સાઈન્સમાં ગ્રેજ્યુએટ ડિગ્રી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી છે. તેમણે યૂનિવર્સિટી ઓફ ડેયટન સ્કુલ ઓફ લો માંથી ડોકટરેટની ડિગ્રી મેળવી છે. તેમણે આ પહેલા ૨૦૧૨માં કોમ્યુનિકેશન્સ ડાયરેકટર તરીકે ઓહિયો સ્ટેટ યુનિવર્સીટીમાં તથા ચેર પર્સન તરીકે રોમને ઓહિયોમાં સેવાઓ આપી છે. ફોર્બ્સ મેગેઝિન દ્વારા તેઓ ‘ટોપ ૩૦ અન્ડર ૩૦' ના લીસ્ટમાં લો અને પોલિટીક્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
Published at : 13 Nov 2016 12:37 PM (IST)
View More





















