શોધખોળ કરો
ડિસેમ્બરથી અમેરિકાના EB 5 વીઝા મેળવવા બનશે મુશ્કેલ, રોકાણની રકમ પણ વધશે, જાણો વિગત
1/3

2017 નાણાકીય વર્ષમાં EB-5 સાથે 587 અરજીઓ કરનાર દેશોમાં ભારતનો બીજો ક્રમાંક છે તેમ યુએસના કોંગ્રેસમેન અને એવીજી અમેરિકાના સહ- સ્થાપક અને સીઓએ આરોન શૉકે જણાવ્યું હતું. તેઓ મુખ્ય પ્રાયોજક અને ઇબી-5 રિઓથોરાઇઝેશન લૉના લેખક પણ છે. EB-5ના અરજદારોમાં ભારત પછી ચીન, વિયેટનામ અને દક્ષિણ કોરિયાનો નંબર છે. 2013માં 86, 2014માં 99, 2015માં 237, 2016માં 348 અને 2017માં 500 ભારતીયો દ્વારા ઈબી-5 વીઝા અરજી કરવામાં આવી હતી.
2/3

ભારતમાં ડોલર મિલિયનર્સની સંખ્યા ગયા વર્ષના સાડા ત્રણ લાખની સામે 18% વધી છે. જેના કારણે અમેરિકામાં વસવાટ કરવા ઇચ્છતા લોકોની સંખ્યા વધી ગઈ છે. H1 B વીઝા મેળવવા મુશ્કેલ બન્યા છે ત્યારે ભારતીય ધનાઢ્યો ઇબી-5 વીઝા દ્વારા ત્યાં રોકાણ કરીને સ્થાયી થઈ રહ્યા છે. એમવીજી અમેરિકા ઇન્વેસ્ટમેન્ટ્સ ભારતમાં ઇબી-5ની ઓફિસ શરૂ કરનાર ભંડોળ એકત્ર કરનારી કંપની છે.
Published at : 25 Oct 2018 10:20 AM (IST)
Tags :
VisaView More





















