શોધખોળ કરો
અનોખો રેકોર્ડ: 46 વર્ષમાં આ વ્યક્તિ ઝાપટી ગયો 30,000 બર્ગર, જાણો કોણ છે આ વ્યક્તિ

1/7

ગિનિસ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા મુજબ ગોર્સકેએ 2016માં જ આ રેકોર્ડ તેના નામે કરી લીધો હતો. તે સમયે તેણે 28,788 બિગ મેક્સ ખાધા હતા. હવે તેની સંખ્યા વધીને 30,000 સુધી પહોંચી ગઈ છે.
2/7

મેક ડોનાલ્ડ આઉટલેટમાં બર્ગર ખાતો ગોર્સક.
3/7

ગોર્સકે 25,000મું મેક બર્ગર ખાધું ત્યારે આ રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
4/7

64 વર્ષીય ડોન ગોર્સકે 2004માં સુપર સાઇઝ બી નામની એક ડોક્યુમેન્ટ્રીમાં પણ સામેલ થઈ ચૂક્યો છે. આ ડોક્યુમેન્ટ્રી દરરોજ મેક બર્ગર ખાતા હોય અને તેમ છતાં તેમના જીવન પર કોઈ પ્રકારની અસર ન થતી હોય તેવા લોકો પર બનાવામાં આવે છે.
5/7

વોશિંગ્ટનઃ અમેરિકાની એક જેલના રિટાયર્ડ સંતરીએ 30,000મું બિગ મેક બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવ્યો છે. ડોન ગોર્સક નામના સંતરીએ 46 વર્ષ પહેલા પહેલું બિગ મેક બર્ગર ખાધું હતું, ત્યારથી બર્ગર ખાવાનો તેનો નિત્યક્રમ બની ગયો છે. આ બર્ગર ખાઉ વ્યક્તિ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યનો રહેવાસી છે. તેના આ રેકોર્ડને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
6/7

WBAY-TVના રિપોર્ટ પ્રમાણે 64 વર્ષીય ડોન ગોર્સકેએ એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ગોર્સકે 17 મે, 1972થી દરરોજ બિગ મેક ખાય છે. તેણે તે દિવસથી લઈ આજદિન સુધીના લગભગ તમામ બોક્સ-રિસિપ્ટ અને કેલેન્ડરમાં હાથથી લખેલી નોટ સાચવી રાખી છે.
7/7

ગોર્સકેએ કહ્યું કે, જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે 1000મું બર્ગર ખાધું હતું અને પ્રથમ વખત રેકોર્ડ બનાવવાનો વિચાર પણ તે સમયે જ આવ્યો હતો. તે સમયે લાગતું હતું કે જ્યારે હું આ રેકોર્ડ પર પહોંચીશ ત્યારે હું વૃદ્ધ થઈ ગયો હોઈશ અને રિટાયર્ડ પણ થઈ ગયો હોઇશ.
Published at : 06 May 2018 04:00 PM (IST)
Tags :
Guinness-world-recordવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
