આ ટોયલેટ સીટને બનાવવા માટે પ્રાઈવેટ ડોનર્સ (સામાન્ય બિઝનેસમેન જેવા લોકો)એ રૂપિયા આપ્યા છે. તેને બનાવવામાં કેટલાક રૂપિયા ખર્ચ થયા છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તેને મ્યુઝિયમમાં ક્યાં સુધી રાખવામાં આવશે તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો નથી.
2/6
તેને મ્યુઝિયમમાં થોડા મહિનાપહેલા જ લાવવામાં આવ્યું હતું. પરંતુ તેના ભાગને એક સાથે જોડવામાં ઘણો સમય લાગી ગયો, કારણ કે સોનાને અન્ય કોઈપણ ધાતુ સાથે જોડવું મુશ્કેલ હોય છે.
3/6
મ્યુઝિયમની ટિકિટ લઈને અંદર જનાર કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. આ ટોયલેટને ઈટલીના આર્ટિસ્ટ મૌરિજિયો કેટિલન Maurizio Cattelanએ બનાવ્યું છે.
4/6
આ મ્યુઝિયમનાં પાંચમાં માળ પર બનેલ રેસ્ટરૂમમાં તે રાખવામાં આવ્યું છે. શુક્રવારથી તેને લોકો માટે ખોલવામાં આવ્યું છે. જે રેસ્ટરૂમમાં તે રાખવામાં આવ્યું છે તે પહેલા ત્યાં ચિનાઈ માટીનું બનેલ ટોયલેટ હતું. બાદમાં એ રેસ્ટરૂમમાં જ આ ગોલ્ડ સીટને રાખીને યનિસેક્સ ટોયલેટ બનાવવામાં આવ્યું.
5/6
જે મ્યૂઝિયમમાં તે રાખવામાં આવ્યું છે તેનું નામ Guggenheim છે. મ્યુઝિયમ ન્યૂયોર્કના મેનહેટનમાં છે. આ મ્યુઝિયમમાં અનેક દુર્લભ વસ્તુઓ રાખવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર, આ ટોયલેટ સીટ 18 કેરેટ ગોલ્ડની બનેલી છે.
6/6
ન્યૂયોર્કના એક મ્યૂઝિયમમાં 18 કેરેટ સોનાનું ટોયલેટ રાખવામાં આવ્યું છે. આ સીટ ત્યાં જોવા માટે નહીં પરંતુ સામાન્ય લોકો તેનો ઉપયોગ કરી શકે એટલે રાખવામાં આવ્યું છે. જો તમારે પણ સોનાના ટોયલેટ પર બેસવું હોય તે આ મ્યૂઝિયમ જવું પડશે. અહીં જનાર કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે.