પરંતુ હકીકતમાં તે ઈવેન્ટના બે દિવસ બાદ અમેરિકા પહોંચી હતી અને કેલિફોર્નિયા જવાની જગ્યાએ શિકાગો ગઈ હતી જેના કારણે અમેરિકન એજન્સીઓએ શંકાના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં આ રેકેટ ઝડપાયું હતું.
2/8
તેમજ અમેરિકન કોન્સ્યુલેટના B1-B2 વિઝાની કોપી પણ મળી આવી હતી. આ ઉપરાંત કોર્ટના ડોક્યુમેન્ટ્સથી એ જાણી શકાય છે કે 8 નવેમ્બર 2017ના રોજ કેલિફોર્નિયા ખાતે યોજાયેલ તેલગુ એસોસિએશન ઓફ સર્ધન કેલિફોર્નિયાના સ્ટાર નાઈટમાં એક જાણીતી તેલુગુ હીરોઇન પણ આ કપલની સાથે અહીં આવી હતી.
3/8
કેટલીક નોટ્સ પર તેલગુ અભિનેત્રીઓના નામ અને તેમની હોટલની રૂમ નંબર સહિતની વિગતો મળી આવી હતી જ્યારે તેમના ઘરમાંથી 70 જેટલા કોન્ડોમ્સ પણ મળી આવ્યા હતા. તેમજ ગેરકાયદેસર અમેરિકન પીઆરના ફ્રોડ ડોક્યુમેન્ટસ, જે તે વ્યક્તિને વિઝા આપવા બાબત અમેરિકન તેલગુ એસોસિએશન દ્વારા વિઝા કોન્સ્યુલેટને લખવામાં આવેલ લેટર પણ કબ્જે કરવામાં આવ્યો છે.
4/8
અમેરિકન ફેડરલ એજન્ટ્સ દ્વારા કપલની ધરપકડ બાદ તેમની પાસેથી ટ્રાવેલ રેકોર્ડ્સ, પીડિતાઓના નિવેદન, હોટલ રેકોર્ડ્સ તેમજ ગ્રહકોના સ્ટેટમેન્ટ્સ પણ લેવામાં આવ્યા છે. જ્યારે અમેરિકન બોર્ડરની ટીમ દ્વારા કપલના ઘરે રેડ પાડવામાં આવી હતી ત્યારે તેમના ઘરેથી કેટલાંક ડોક્યુમેન્ટ્સ, ક્રેડિટ કાર્ડ, હેન્ડરીટન નોટ્સ વગેરે મળી આવ્યું હતું. જે તેમના વિરુદ્ધ આરોપ સિદ્ધ કરવામાં મદદરૂપ બની શકે છે.
5/8
આ કપલે અમેરિકાના અનેક જુદા-જુદા સીટીમાં કોન્ફનરન્સના નામે જે તે પીડિતાના નામે હોટલ બૂક કરી હતી. જે બાદ તેમને જુદી-જુદી કોમર્શિયલ તેલગુ અને અન્ય ભારતીય કોન્ફરન્સમાં લઈ જવામાં આવતા હતા અને ત્યાંથી ગ્રાહક શોધવામાં આવતા હતા.
6/8
તેમની ધરપકડ 28 એપ્રિલ 2018ના રોજ વોશિંગ્ટનમાંથી કરવામાં આવી હતી. અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટીના ફેડરલ એજન્ટ્સ દ્વારા તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ચાર્જશિટ મુજબ મે 2017થી જાન્યુઆરી 2018 સુધીમાં આ કપલ દ્વારા અનેક અભિનેત્રીઓને પોતાની જાળમાં ફસાવી કોન્ફરન્સના નામે કસ્ટમર્સ માટે લઈ જવામાં આવી હતી.
7/8
તેલગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન મેનેજરનું કામ કરતા આ કપલ દ્વારા લાવવામાં આવેલ આવી પાંચ વ્યક્તિઓ જે તેલગુ અને કન્નડ ફિલ્મ જગત સાથે સંકળાયેલ છે તેમની ઓળખ થઈ ગઈ છે. આ સેક્સ રેકેટ ચલાવતું કપલ કિશન મોડુગુમુડી ઉર્ફે સીરાજ છેન્નુપતિ અને ચંદ્રકલા પુર્ણિમા મોડુગુમુડી ઉર્ફે વેભા જયમ મૂળ હૈદરાબાદના છે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે.
8/8
શિકાગો: અમેરિકામાં જઈને સેક્સ રેકેટ ચલાવવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે. અમેરિકન તપાસ એજન્સીઓએ ઝડપી પાડેલા આ સેક્સ રેકેટમાં દક્ષિણ ભારતની ખાસ કરીને તામિલનાડુ અને કન્નડ ફિલ્મ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ ઘણી અભિનેત્રીઓને અમેરિકામાં વસતા એક ભારતીય કપલ દ્વારા ભારતીય તેલગુ અને બીજા ઈન્ડિયન રંગારંગ કાર્યક્રમના નામે અમેરિકા લાવી આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું.