અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નાઇકીના આ પગલાંનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, હું કોલિન કેપરનિકના સમર્થન સાથે અસહમત છું. આ દેશમાં તમારી પાસે ઘણું કરવાની સ્વતંત્રતા છે પરંતુ લોકોની ભાવનાને ઠેસ પહોંચે તેવી બાબતોથી દૂર રહેવું જોઈએ.
2/4
અમેરિકામાં થઈ રહેલા વંશીય ભેદભાવ સામે તેણે વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ દર્શાવવા માટે તે એક વખત રાષ્ટ્રગીત દરમિયાન ઘૂંટણ પર બેસી ગયો હતો. નાઇકી દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના ફેંસલા બાદ અમેરિકામાં રાષ્ટ્રવાદને લઈ ફરી એકવખત નવી ચર્ચા શરૂ થઈ છે.
3/4
આ વિરોધમાં અમેરિકનોએ નાઈકીના શૂઝ સળગાવ્યાં, રોકાણકારોએ તેમના શેર વેચ્યા અને કેટલાંક લોકોએ શૂઝનો બહિષ્કાર કરવાની માંગ કરી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ‘જસ્ટ બર્ન ઈટ’ નામનું કેમ્પેઇન પણ ચાલુ કર્યું છે.
4/4
ન્યૂયોર્કઃ સ્પોર્ટ્સ વિયર બનાવતી જાણીતી કંપની નાઇકીનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે. કંપનીએ અમેરિકાના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. જે પાછળનું કારણે અમેરિકન ફૂટબોલર કોલિન કેપરનિકને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.