નવાઝના લંડન પ્રવાસ પર ઇમરાન ખાને કહ્યું કે, દેશની સરહદ પર તણાવ છે ત્યારે નવાઝ લંડનમાં રજા ગાળી રહ્યા ચે અને શોપિંગ કરી રહ્યા છે. દેશમાં ભ્રષ્ટાચારને લઈને ઇમરાન 30 સપ્ટેમ્બરે એક મોટી રેલી પણ કાઢવાના છે. ઇમરાનનો દાવો છે કે અત્યાર સુધની આ સૌથી મોટી રેલી હશે. મીડિયા સાથે વાત કરાતં ઇમરાને કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે, આ અભિયાન ઘણાં લોકો તેની સાથે જોડાશે. જો સરકાર અથવાપીએમએલએનના વર્કર્સ રેલીને રોકવાનો પ્રયત્ન કરશે તો પણ અમે શાંતી જાળવી રાખીશું.
2/5
મહિલાને કહેવામાં આવ્યું હતું કે, જો તે હૈરોડ્સમાં શોપિંગકરી રહેલા નવાઝ શરીફને કોઈ સવાલ પૂછશે તો હાઈ કમિશન દ્વારા તેને સમન્સ આપવામાં આવશે. તૈમૂરે તેની વાતોના પૂરાવામાં હૈરોડ્સમાં નવાઝ શરીફની ખરીદી કરતા ફોટા પણ ટ્વિટ કર્યા છે.
3/5
વેરીફાઈડ અકાઉન્ટથી ટ્વિટ કરનાર તૈમુરનું એવુ પણ કહેવું છે કે, મહિલાને એવો સવાલ પણ કરવામાં આવ્યો હતો કે, તે કોઈ પુરુષ સાથી વગર કેમ અહીં હાજર છે? તૈમુરના જણાવ્યા પ્રમાણે ત્યારપછી મહિલાને લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની ઓફિસ પણ લઈ જવામાં આવી હતી અને ત્યાં પણ તેની સાથે સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.
4/5
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લંડનમાં રહેતા ડેટા સાઈનટિસ્ટ શોએબ તૈમુરે ટ્વિટ કર્યું છે કે, વોટ્સએપ ગ્રૂપમાં એક સંબંધીએ નવાઝ શરીફને હૈરોડ્સમાં ગુચીના જૂતા ખરીદતા જોયા હતા. તેમની ખરીદી દરમિયાનની તસવીર લેવામાં આવતી હોવાથી તેઓ ગભરાઈ ગયા હતા. વડાપ્રધાનની સુરક્ષા ટીમે મહિલાને નવાઝની તસવીર લેતા રોકી હતી. હૈરોડ્સના સિક્યુરિટી સ્ટાફે મહિલા પાસેથી તેનો ફોન પણ છીનવી લીધો હતો.
5/5
લંડનઃ લંડનના એક શોપિંગ સ્ટોરમાં નવાઝ શરીફની તસવીર લેતી વખતે મહિલાને તેના સિક્યુરિટી ગાર્ડ્સે રોકી હતી. એટલું જ નહીં, ગાર્ડ્સે મહિલાને સવાલ કર્યો કે તું મેહરમ (પુરુષ સાથી)ની સાથે શા માટે ન આવી? જ્યારે પૂર્વ ક્રિકેટર અને તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના ચેરમેન ઇમરાન ખાને કહ્યું કે, એક બાજુ સરહદ પર તણાવ છે અને નવાઝ શરીફ લંડનમાં રજા ગાળી રહ્યા છે.