રોયટર્સના એક રિપોર્ટ મુજબ, ઘોસન તથા કેલી સામે તપાસમાં જણાયું હતું કે, બંને અધિકારીઓ છેલ્લા થોડા વર્ષોથી નાણાકીય ગરબડી કરતા હતા. મામલો સામે આવ્યા બાદ નિસાનના સીઈઓ હિરોતો સાઇકાવાએ કંપનીની બોર્ડ સામે ઘોસનને હટાવવાનો પ્રસ્તાવ રાખશે. કાર્લોસ ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોના પણ ચેરમેન અને ટોપ એક્ઝિક્યુટિવ છે.
2/3
ટોકિયોઃ જાપાનની કાર નિર્માતા કંપની નિસાન મોટર્સના ચેરમેન કાર્લોસ ઘોસનની ધરપકડ કરવામાં આવી છે. નિસાન મોટર્સના કહેવા મુજબ ઘોસન કંપનીના રૂપિયાનો ઉપયોગ ખાનગી કામો માટે કરતા હતા. ઘોસન અને અન્ય એક ડાયરેક્ટર ગ્રેગ કેલી સામે છ મહિનાથી તપાસ ચાલતી હતી.
3/3
જાપાની દૈનિક યોમીઉરી અનુસાર, ઘોસનની ટોકિયોના તપાસ અધિકારીઓએ ધરપકડ કરી છે. તેમની ધરપકડ સેલરી અંગેની જાણકારી છુપાવવાને લઈ કરવામાં આવી છે. સોમવારે તપાસ અધિકારીઓ દ્વાર નિસાનના હેડક્વાર્ટર તથા અન્ય ઠેકાણા પર સર્ચ કરવામાં આવ્યું હતું.