શોધખોળ કરો
નોબેલ વિજેતા ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક વીએસ નાયપોલનું 85 વર્ષની વયે નિધન
1/3

નવી દિલ્હી: સાહિત્યનો નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક વીએસ નાયપૉલનું 85 વર્ષની વયે રવિવારે સવારે નિધન થઈ ગયું છે. તેમણે લંડનમાં સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. વિદ્યાધર સૂરજ પ્રસાદ નાયપૉલનો જન્મ 17 ઓગસ્ટ 1932ના ત્રિનિડાડના ચગવાનસમાં થયો હતો.
2/3

નાયપૉલે ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓએ સાહિત્યની દુનિયામાં ખૂબજ પ્રસિદ્ધિ મેળવી હતી. ‘એ બેન્ડ ઈન ધ રિવર અને અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ’ તેમની પ્રખ્યાત કૃતિઓ છે.
Published at : 12 Aug 2018 08:08 AM (IST)
View More





















