શોધખોળ કરો
પાકિસ્તાનના ક્વેટામાં મોટો આતંકવાદી હુમલો, 57ના મોત, 116 ઘાયલ, 3 આતંકવાદી ઠાર
1/3

કેટલાક જવાનોએ ટ્રેનિંગ સેંટરથી કુદવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેના કારણે પણ તેઓ ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસ જવાનોની સંખ્યા 116થી વધુ છે. આતંકીઓ જ્યારે સેંટરમાં ઘુસ્યા ત્યારે 250થી પણ વધુ પોલીસ કેડેટ્સ સેન્ટરમાં હતા. કહી શકાય કે, પાકિસ્તાનને હાથે કર્યાં હૈયે વાગ્યા છે. આ પહેલા પણ પાકિસ્તાન પોતે આતંકી ઘટનાઓનો ભોગ બની ચુક્યું છે. છતા પણ પાકિસ્તાન આતંકીઓને જમાઈની જેમ સાચવી રહ્યું છે અને પોતાના નાગરીકોના જીવ ખોઈ રહ્યું છે.
2/3

આતંકી હુમલામાં 57 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 116 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘટના બાદ આખરે પાકિસ્તાની સેનાએ મોરચો સંભાળ્યો હતો અને બાકી રહેલા આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. આતંકીઓએ સેંટરમાં ધુસીને પહેલા તો, ફાયરિંગ શરુ કરી દીધુ હતું અને ટ્રેનિંગ સેંટરમાં રહેલા પોલીસ જવાનોને બાનમાં લીધા હતા.
Published at : 25 Oct 2016 07:08 AM (IST)
View More




















