તેઓએ કહ્યું હતું કે, મુબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર અને સમર્પિત ફ્રેટ કોરિડોર જેવા પ્રોજેક્ટ બન્ને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય અને મજબૂત આર્થિક સહયોગને પ્રદર્શિત કરે છે. તેઓએ કહ્યું કે જાપાન આપણા દેશમાં મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી રાષ્ટ્રીય પહેલમાં સહયોગ કરી રહ્યું છે.
2/4
વડાપ્રધાનએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર 2014ની મારી વડાપ્રધાન તરીકે પ્રથમ જાપાન યાત્રા બાદ શિંઝો આબે સાથે આ 12મી બેઠક થશે. તેઓએ કહ્યું આપણી વચ્ચેનો આ પૂરક ભાવ જ ભારત અને જાપાનને વીજયી યુગલ બનાવે છે. જાપાન આજના સમયમાં ભારતને આર્થિક અને ટેક્નોલોજી આધુનિકીકરણમાં સૌથી વિશ્વસનીય સહયોગી છે.
3/4
જાપાન રવાના થતા પહેલા શુક્રવારે પીએમ મોદીએ એક નિવેદન જારી કરતા કહ્યું કે, “જાપાન આપણું મુલ્યવાન સહયોગી છે. જાપાન સાથે આપણી વિશેષ વૈશ્વિક ગઠજોડ છે. જાપાન સાથે આર્થિક, સામરિક સહયોગમાં હાલના વર્ષોમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે આપણો સહયોગ ખૂબજ ગાઢ અને ઉદ્દેશ્યપૂર્ણ છે. ”
4/4
ટોક્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-જાપાન વચ્ચે યોજાનારા 13માં વાર્ષિક સમ્મેલનમાં ભાગ લેવા માટે શનિવારે જાપાન પહોંચ્યા છે. આ વાર્ષિક સમ્મેલન દરમિયા તેઓ પોતાના જાપાની સમકક્ષ શિંઝો આબે સાથે બેઠક કરશે. રવિવારથી શરૂ થઈ રહેલા બે દિવસીય સમ્મેલન દરમિયાન ભારત-જાપાનના દ્વિપક્ષીય સંબોધને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થશે.