નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પ્રથમ વખત આજે માલદીવના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહના આજે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી તરીકે નરેંદ્ર મોદીની આ પ્રથમ માલદીવ યાત્રા હશે.
2/3
પ્રધાનમંત્રીએ કહ્યું, અમે ભારતના લોકોની એ પ્રબળ ઈચ્છા છે કે અમે એક સ્થિર, લોકતાંત્રિક, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ માલદીવ ગણતંત્ર જોવા માંગીએ છીએ. શપથ ગ્રહણ સમારહો બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.
3/3
વર્ષ 2011 બાદ પ્રથમ વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો માલદીવ પ્રવાસ છે. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ મોહમ્મદ સોલિહને રાષ્ટ્રપતિ બનવા પર શુભકામના પાઠવી હતી. તેમણે આ પ્રવાસને લઈને કહ્યું તેઓ માલદીવને શક્ય હોય તે તમામ મદદ કરવા માટે તૈયાર છે. તેમણે લખ્યું, હું સોલિહની નવી માલદીવ સરકારને તેમની વિકાસની પ્રાથમિક્તાઓ ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્વાસ્થ્ય, સંપર્ક, શિક્ષણક્ષેત્રે વિકાસને સાકાર કરવા મળીને સાથે કામ કરવાની ભારત સરકારની ઈચ્છા શક્તિ જાણ કરીશ.