નોધનીય છે કે આઠ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના 69 વર્ષના ઉમેદવાર હિલેરી અને તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુખ્ય મુકાબલો છે.
2/4
બોલીવુડના અભિનેતા સલમાન ખાન પછી હવે અભિનેતા કબીર બેદીએ અમેરીકી રાષ્ટ્રપતિ પદના આગામી ચુંટણી માટે હિલેરી ક્લિંટનનું સમર્થન કર્યું છે. કબીર બેદીએ હિલેરીને ચુંટણીમાં જીત માટે શુભકામનાઓ પાઠવી છે. 70 વર્ષના અભિનેતાએ ટ્વિટર પર લખ્યુ કે અમેરિકામાં એક મહિલાનું રાષ્ટ્રપતિ બનવું એક મીલનું પત્થર હશે. તેમણે ટ્વીટ કર્યું કે હિલેરી ક્લિંટનને 2016માં અમેરીકી ચુંટણીમાં સફળતા માટે શુભકામના પાઠવું છું. અમેરિકામાં એક મહિલા રાષ્ટ્રપતિ બને તે સાચે જ બહુ મીલના પત્થર જેવું છે. હું અમેરિકાની ચૂંટણીમાં તેમને સમર્થન કરુ છું.
3/4
સલમાન ખાને ટ્વીટમાં લખ્યુ હતું કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિટન. આશા છે તમે જ જીતશો. ઇશ્વર સંવિધાન અને માનવીય મુલ્યોનું પાલન કરવાની તમને તાકાત આપે. શુભકામનાઓ.
4/4
મુંબઈઃ આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે કે, અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? આ પદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનની વચ્ચે ચાલી રહેલી ટક્કરને હવે માત્ર એક દિવસ બાકી છે. ચુંટણી અંતિમ ચરણમાં એન્ટ્રી કરી ચુક્યું છે ત્યારે બોલિવુડના ભાઈજાને પણ આ વાતની માહિતી આપી દીધી છે કે, તેઓ કોને અમેરિકી રાષ્ટ્રપતિના પદ પર જોવા માંગે છે. સલમાન ખાને ટ્વીટ કરી આ વાતની માહિતી આપી છે કે, તે કોને સપોર્ટ કરી રહ્યા છે. સલમાને પોતાની ટ્વીટમાં હિલેરી ક્લિન્ટનનું નામ લખ્યું છે. તેઓ ઈચ્છે છે કે, હિલેરી ક્લિન્ટન અમેરિકી રાષ્ટ્રપતિ બને. સલમાને ટ્વીટમાં હિલેરી ક્લિન્ટનને શુભેચ્છા પાઠવી છે.