વૉશિંગટનઃ સાઉથ ચાઇના સીને લઇને ફરી એકવાર ચીન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. આ વિસ્તારમાં ચીન દ્વારા ઘાતક મિસાઇલો તૈનાત કરવા પર અમેરિકાએ અંજામ ભોગાવવા માટેની ધમકી આપી દીધી છે.
2/6
આ ટાપુઓ પર ઘાતક એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલો અને જમીન પરથી હવામાં પ્રહાર કરવા વાળી સિસ્ટમ તૈનાત છે. રિપોર્ટ્સ અનુસાર, ફ્કત 30 દિવસની અંદરજ ફિયરી ક્રૉસ રીફ, સૂબી રીફ અને મિસચિફ રીફ પર ચીને કબ્જો જમાવ્યો છે.
3/6
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ચીન ત્યાં પોતાનું સૈન્ય તંત્ર ઉભુ કરવાની કોશિશમાં લાગ્યુ છે. અમેરિકન મીડિયાના કેટલાક તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીને વિવાદિત ત્રણ જગ્યાઓ પર પોતાની ઘાતક મિસાઇલો તૈનાત કરી દીધી છે. જોકે, સામે ચીને પણ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે વિસ્તાર પર તેની સંપ્રભૂતા છે.
4/6
ઉલ્લેખનીય છે કે, ચીને સાઉથ ચાઇના સીના ત્રણ ટાપુઓ પર ઘાતક મિસાઇલો તૈનાત કરી દીધી છે, ચીને ત્યાં પોતાનો હક્ક ગણાવે છે અને છેલ્લા 30 દિવસોથી આ કાર્યવાહી ચાલું છે.
5/6
વ્હાઇટ હાઉસની મીડિયા બ્રીફિંગ દરમિયાન પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું કે, અમેરિકાને સાઉથ ચાઇના સીની બધી ગતિવિધીઓ વિશે ખબર છે. અમે સીધી રીતે ચીન પર ચિંતા વ્યક્ત કરીએ છીએ, હવે આ મુદ્દાને લઇને કેટલાક ખરાબ પરિણામો આવશે.