યુકે હોમ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, વિજય માલ્યા ઔપચારિક રીતે હજુ અપીલ કરી શકે છે. તેની પાસે પ્રત્યર્પણ સામે અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે. ગત વર્ષે એપ્રિલથી પ્રત્યર્પણ વોરંટ બાદ માલ્યા જામીન પર છે.
2/4
માલ્યાએ તેની સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત હોવાનું રટણ કરી રહ્યો છે. માલ્યાએ કહ્યું હતું કે, મેં એક પણ રૂપિયાનું ઋણ લીધું નથી, ઋણ કિંગફિશર એરલાઇન્સે લીધું છે. બિઝનેસમાં ખોટ જવાના કારણે આ રૂપિયા ડૂબી ગયા છે.
3/4
થોડા દિવસો પહેલા જ ભાગેડુ શરાબ કરાબોરી વિજય માલ્યાને તેની સામે આ લેવાઇ રહેલા પગલાનો આભાસ થઈ ગયો હતો. તેણે દાવો કર્યો હતો કે તેની કંપનીની 13,000 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. આ અંગે તેણે અનેક ટ્વિટ કર્યા હતા.
4/4
લંડનઃ ભારતીય બેંકોનું 9000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાને ભારત લાવવાનો માર્ગ મોકળો બન્યો છે. બ્રિટને માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે. બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રત્યર્પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. વિજય માલ્યા પાસે અપીલ કરવા માટે માત્ર 14 દિવસનો જ સમય છે.