શોધખોળ કરો

SURAT : માંગરોળના ખેડૂતે સફળ પ્રાકૃતિક ખેતી કરી રાસાયણિક ખેતી કરતા ખેડૂતો માટે દાખલો બેસાડ્યો

Surat News : રાસાયણિક ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે આવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી પ્રેરણા લે તે જરૂરી બની ગયું છે.

Surat : સુરત જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકા વાંકલ ગામ ( Vankal village)ના એક ખેડૂતે સફળ પ્રાકૃતિક ખેતી ( natural farming) કરી રાસાયણિક ખેતી કરતા ખેડૂતો માટે ઉદાહરણ  પૂરું પાડ્યું છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે કેરી પકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના આંબા પર મબલખ પાક ઝૂલી રહ્યો છે ત્યારે ખેડૂતે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. 

રાસાયણિક ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી 
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર સીધી કોઈ પણ પ્રકારની ખેતીને થઇ રહી છે. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઈ છે. વાતાવરણની અસરને લઇ ચાલુ વર્ષે આંબા પર માંડ 30  ટકા પાક દેખાઈ રહ્યો છે, ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલે વાતાવરણથી વિપરીત પ્રાકૃતિક સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે એક દાખલો પૂરો પડ્યો છે. 

રાજકુમાર પટેલ 4  વર્ષથી પ્રાકૃતિક ખેતી  કરે છે 
ખેડૂત રાજકુમાર પટેલે  પોતાની 18 વીંઘા જમીનમાં 800 જેટલા આંબાના વૃક્ષોથી કેરીની ખેતી કરે છે. રાજકુમાર પટેલ સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (subhash palekar natural farming) થી છેલ્લા 4 વર્ષથી ખેતી  કરી રહ્યા છે અને સફળ પણ થયા છે.  સુભાષ પાલેકર ગૌ પ્રકૃતિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી કરતા રાજકુમાર પટેલને રાસાયણિક ખેતી કરતા ખેડૂતોથી મોટો લાભ થયો છે. 

રાસાયણિક કેહતી કરતા ખડૂતો માટે મોટું ઉદાહરણ 
રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા આંબા વાડીનાના માલિકોની હાલત હાલ કફોડી બની છે, કારણે કે ગલોબલ વોર્મિંગની સીધી અસર હવે ખેતી પર દેખાઈ રહી છે. રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા ખેડૂતોના આંબા પર ચાલુ વર્ષે 30  ટકા પણ પાક નથી દેખાઈ રહ્યો, ત્યારે આંબા વાડી ઉચ્ચક રાખતા વ્યાપારીઓ પણ રાજકુમાર પટેલની પ્રાકૃતિક ખેતીને જોઇને અચંભિત થઇ રહ્યા છે. 

13 વર્ષ અને 4 વર્ષની ખેતીમાં મોટો તફાવત દેખાયો  
વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલ  છેલ્લા 15  વર્ષથી આંબા વાડી કરીને કેરીની ખેતી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી રાજકુમાર પટેલે સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ખેતી કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષ દરમિયાનની ખેતી અને છેલ્લા 4 વર્ષની ખેતીમાં આસમાન જમીનનો ફર્ક દેખાઈ રહ્યો છે.

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વડાપ્રધાન મોદી પણ રાજ્ય અને દેશના ખેડૂતોને સતત હાંકલ કરી રહ્યાં છે કે ખેડૂતો રાસાયણિક ખેતી બંધ કરી પ્રાકૃતિક ખેતી અપનાવે અને સારો એવો લાભ મેળવી સાથે ધરતીમાતાને પણ બચાવે. ત્યારે રાજકુમાર પટેલની પ્રાકૃતિક ખેતીથી અન્ય ખેડૂતો પ્રેરણા લે તે જરૂરી બની ગયું છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Embed widget