Mahogany Tree Farming : એક એકરમાં 120 વૃક્ષ વાવીને ભૂલી જાવ, 12 વર્ષમાં બની જશો કરોડપતિ
Agriculture News: ભારતમાં પહાડી સ્થાનોને છોડીને દરેક જગ્યાએ તેની ખેતી કરીને તગડો નફો કમાઈ શકાય છે. જો તેની ખેતી કરવાનો પ્લાન હોય તો ત્યાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
Mahogany Tree Farming : ભારતમાં મોટાભાગના ખેડૂતો પારંપરિક ખેતી કરે છે. જેમાં સતત ઘટી રહેલા નફાના કારણે ઘણા ખેડૂતો સુરક્ષિત પાક તરફ વળ્યાછે. આ પાકની સૌથી મોટી ખાસિયત તેની ખેતીમાં મળતું સુનિશ્ચિત વળતર છે.
ભારતમાં હાલ આ બધા વચ્ચે મહૉગનિ (ફર્નિચર માટે વપરાતું લાલાશ પડતું બદામી લાકડું)ના વૃક્ષની ખેતી કરવાનું ચલણ વધી રહ્યું છે. જેને સદાબહાર વૃક્ષ ગણવામાં આવે છે. તેની ઊંચાઈ 200 ફૂટ સુધી પહોંચી છે. ભારતમાં પહાડી સ્થાનોને છોડીને દરેક જગ્યાએ તેની ખેતી કરીને તગડો નફો કમાઈ શકાય છે. જો તેની ખેતી કરવાનો પ્લાન હોય તો ત્યાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ ઉપરાંત ઝડપી પવનનો ખતરો ઓછો હોય ત્યાં લગાવવા જોઈએ.
12 વર્ષમાં કાપણી લાયક
મહોગનીની વૃક્ષ પૂરી રીતે વિકસિત થવામાં આશરે 12 વર્ષ લાગે છે. જે બાદ તેની કાપણી કરવામાં આવે છે. તેના લાકડા ખૂબ મજબૂત અને ટકાઉ હોય છે. ઉપરાંત પાણી પણ તેને નુકસાન નથી પહોંચાડતું. આ કારણે જહાજ, ઘરેણા, ફર્નીચર, પ્લાયવુડ, ફર્નિચર તથા મૂર્તિ બનવવા આ લાકડાની ખૂબ માંગ રહે છે. આ ઉપરાંત તેના પાનમાં કેન્સર, બ્લડપ્રેશર, અસ્થમા, શરદી અને ડાયાબિટીસ સહિત અનેક બીમારી સામે લડવાના ગુણ હોવાથી બજારમાં બારેમાસ માંગ રહે છે.
જંતુનાશક તરીકે પણ પાનનો થાય છે ઉપયોગ
મહોગનીની વૃક્ષમાં એક ખાસ ગુણ હોય છે. જેના કારણે આ છોડ પાસે મચ્છર અને કીડા આવતાં નથી. આ કારણે તેના પાન તથા બીના તેલનો ઉપયોગ મચ્છર ભગાડતી તથા જંતુનાશક દવા બનાવવા થાય છે. આ તેલનો ઉપયોગ સાબુ, પેઇન્ટ, વાર્નિશ સહિત અનેક પ્રકારની દવા બનાવવામાં થાય છે. આ લાકડા અને પાન બજારમાં મોંઘી કિંમતે વેચાય છે.
મહોગનીની ખેતીથી કમાણી
મહોગનીનું વૃક્ષ 12 વર્ષમાં લાકડા માટે તૈયાર થઈ જાય છે અને પાંચ વર્ષમાં એક વખત બીજ આપે છે. આ બીની કિંમત વધારે હોય છે અને એક હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે જ્યારે તેનું લાકડું 2000 થી 2200 રૂપિયા પ્રતિ ક્યુબિટ ફીટના ભાવે વેચાય છે. આ એક ઔષધીય છોડ છે તેથી તેના બી અને ફૂલનો ઉપયોગ ઔષધિ બનાવવા કરવામાં આવે છે. આ ખેતી કરીને ખેડૂતો કરોડો રૂપિયાનો નફો કમાઈ શકે છે.