Agriculture News: દિવાળી પહેલા મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, બે ખાતર સબસિડીને આપી મંજૂરી
પોષક તત્વો આધારિત ખાતર સબસિડી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી આ રવિ સિઝન માટે આપવામાં આવી છે. આનાથી સરકાર પર 22000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે.
Cabinet Decisions: દિવાળી પહેલા સરકારે ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે ફાયદાકારક નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કેબિનેટે ખાતર સબસિડીને મંજૂરી આપી છે. પોષક તત્વો આધારિત ખાતર સબસિડી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી આ રવિ સિઝન માટે આપવામાં આવી છે. આનાથી સરકાર પર 22000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે.
કેબિનેટે રવી સિઝન, 2023-24 (01.10.2023 થી 31.03.2024 સુધી) માટે ફોસ્ફેટેડ અને પોટાસિક (P&K) ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી (NBS) દરોને મંજૂરી આપી છે. આગામી રવી સિઝન 2023-24માં NBS પર રૂ. 22,303 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે 1 ઓક્ટોબર 2023 થી 31 માર્ચ 2024 સુધી રવિ સિઝન માટે સબસિડી વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નાઈટ્રોજન માટે તે રૂ. 47.2 પ્રતિ કિલો, ફોસ્ફરસ રૂ. 20.82 પ્રતિ કિલો, પોટાશ સબસિડી રૂ. 2.38 પ્રતિ કિલો અને સલ્ફર સબસિડી રૂ. 1.89 પ્રતિ કિલો હશે.
કેટલી કિંમતે મળશે ખાતર
તેમણે કહ્યું કે સબસિડી ચાલુ રહેશે કારણ કે સરકાર નથી ઈચ્છતી કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો વધે ત્યારે તેની અસર દેશના ખેડૂતો પર થાય. DAP પર સબસિડી 4500 રૂપિયા પ્રતિ ટન ચાલુ રહેશે. ડીએપી જૂના દર પ્રમાણે 1350 રૂપિયા પ્રતિ થેલીમાં મળશે. NPK 1470 રૂપિયા પ્રતિ બેગના ભાવે મળશે.
P&K ખાતરો પર સબસિડી રવી સિઝન 2023-24 (01.10.2023 થી 31.03.2024 સુધી લાગુ) માટે મંજૂર દરોના આધારે આપવામાં આવશે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે આ ખાતરોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.
સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે ખેડૂતોને ખાતર ઉત્પાદકો/આયાતકારો દ્વારા સબસિડીવાળા ભાવે 25 ગ્રેડના P&K ખાતરો પ્રદાન કરે છે. 01-04-2010 થી NBS યોજના હેઠળ P&K ખાતરો પર સબસિડી આપવામાં આવી રહી છે. સરકાર, તેના ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમને અનુરૂપ, ખેડૂતોને પોષણક્ષમ ભાવે P&K ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
#Cabinet approves Nutrient Based Subsidy (NBS) rates for RABI Season, 2023-24 (from 01.10.2023 to 31.03.2024) on Phosphatic and Potassic (P&K) fertilizers
— PIB India (@PIB_India) October 25, 2023
Read here: https://t.co/zcHGXki5ZK#CabinetDecisions pic.twitter.com/WjLxItHyxb
આ પણ વાંચોઃ
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી રચ્યો ઈતિહાસ, નેધરલેન્ડને 309 રનથી આપી હાર