Cotton Price: ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસના ભાવ ઓલ ટાઈમ હાઈ
Gujarat Agriculture News: કપાસની ઓછી આવકના કારણે ભાવે રેકોર્ડ સર્જ્યો હોવાનું કહેવાય છે. કપાસના સારા ભાવના કારણે ચાલુ વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરશે.
Cotton Price Reached All Time High: સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. કપાસના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા છે. ગામડામાં હાલ કપાસના ભાવે રેકોર્ડ કર્યો તેની ચર્ચા થઈ રહી છે. કપાસના એક મણનો ભાવ 2762 રૂપિયા થયો છે. ચાર કે પાંચ દિવસમાં કપાસનો ભાવ 2800ને પાર પહોંચી શકે છે. કપાસની ઓછી આવકના કારણે ભાવે રેકોર્ડ સર્જ્યો હોવાનું કહેવાય છે. કપાસના સારા ભાવના કારણે ચાલુ વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરશે.
આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં કપાસનું વાવેતર ગત્ત વર્ષ કરતાં ઓછું હોવાથી તેની અસરે કપાસના ભાવ પર જોવા મળી રહી છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2202 નવા કેસ અને 27 મોત નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.59 ટકા છે રવિવારે 2487 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 17,317 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,241 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,82,243 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,37,34,314 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 3,10,218 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.