શોધખોળ કરો

Electricity : આ ઉપાયથી ખેતરમાં મળશે 24 કલાક લાઈટ અને પાણી

મોબાઈલ સોલાર પ્લાન્ટ એક એવું મશીન છે જેની મદદથી ખેડૂતો પાણીની પહોંચથી દૂર તેમના ખેતરોમાં આરામથી સિંચાઈ કરી શકે છે.

Mobile Solar Plant : ભારતમાં ખેડૂતો હવે આધુનિક મશીનોની મદદથી ખેતી કરવા લાગ્યા છે. તેમાં ઘણા ખેડૂતો એવા છે કે, જેઓ વિદેશથી ખેતી માટે આધુનિક મશીનો આયાત કરે છે, જ્યારે ઘણા ખેડૂતો એવા છે જે જુગાડથી આવા આધુનિક મશીનો બનાવે છે. જે મોટા એન્જિનિયરો વિચારી શકતા નથી. તો ચાલો આજે અમે તમને એવા જ એક મશીન વિશે જણાવીએ જેની મદદથી તમે જ્યાં ઇચ્છો ત્યાં તમારા ખેતરમાં સિંચાઈ કરી શકો છો.

આ મોબાઈલ સોલાર પ્લાન્ટ શું છે?

મોબાઈલ સોલાર પ્લાન્ટ એક એવું મશીન છે જેની મદદથી ખેડૂતો પાણીની પહોંચથી દૂર તેમના ખેતરોમાં આરામથી સિંચાઈ કરી શકે છે. અથવા જ્યાં ટ્યુબવેલની સુવિધા નથી. આ મશીનને ચલાવવા માટે અલગથી વીજળીની જરૂર નથી. કારણ કે, આ મશીનમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. જે સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે છે, જેના કારણે આ મશીન ચાલે છે.

કયા ખેડૂતે કરી બતાવ્યો આ કમાલ? 

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર આ અદ્ભુત મશીન બનાવવામાં હરજિંદર સિંહનો હાથ છે. તેમણે આ મશીનમાં સોલાર પેનલ લગાવીને તેને પોર્ટેબલ બનાવી છે. આ સમગ્ર મશીનમાં 24 સોલાર પેનલ લગાવવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે, આ મશીનને ટ્રેક્ટરની મદદથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આ મશીનને સેટ કરવામાં થોડી જ મિનિટો લાગે છે અને તે સિંચાઈ માટે તૈયાર છે. આ મશીન દ્વારા ખેડૂતો બે હજારથી પાંચ હજાર લિટર પાણી ખૂબ જ આરામથી પિયત કરી શકે છે.

જર્મનીમાં પણ ખેડૂતો આવું કરી રહ્યા છે

એવું નથી કે માત્ર ભારતના ખેડૂતો જ આવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. જર્મનીમાં પણ ફળોની ખેતી કરતા ખેડૂતો આ પ્રકારની તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. સોલાર પેનલની મદદથી ખેડૂતો માત્ર ખેતરોમાં જ સિંચાઈ નથી કરી રહ્યા પરંતુ તેઓ આ સોલાર પેનલથી સમગ્ર ખેતર માટે વીજળી પણ ઉત્પન્ન કરી રહ્યા છે. ધીરે ધીરે વિશ્વભરના ખેડૂતો આ દિશામાં પગલાં લઈ રહ્યા છે અને નવી તકનીકની મદદથી, તેઓ તેમની ખેતીમાં સુધારો કરી રહ્યા છે.

Drip Irrigation Technique: ઓછા પાણીમાં થશે બમણી કમાણી, જાણો ટપક સિંચાઈ ટેકનિકના ફાયદા

પૃથ્વી પર પાણીની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે. વસ્તી વધારાને કારણે પાણીનો વપરાશ વધી રહ્યો છે, તેની સાથે પીવા અને ખેતી માટે પણ ઘણા વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી રહી છે. આ મુશ્કેલ સમયમાં ખેડૂતોએ આવી ટેક્નોલોજી પર કામ કરવું જોઈએ, જેથી પાણીના ઓછા ઉપયોગથી સારી ઉપજ મેળવી શકાય. આવી જ એક ટેકનિકનું નામ છે ટપક સિંચાઈ. ટપક સિંચાઈ પદ્ધતિ હેઠળ, પાકના મૂળમાં ટીપાં-ટીપું પાણી પહોંચાડવામાં આવે છે. જેના કારણે પાકની સારી ઉપજ અને પાણીની બચત બંને થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

Embed widget