શોધખોળ કરો

Groundnut Crop: સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં સફેદ મુંડાનો જોવા મળી રહ્યો ઉપદ્રવ, અટકાવવા અપનાવો આ ઉપાય

Agriculture News: મગફળીના પાકમાં સફેદ ઘૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. જેનો નિકાલ ન કરતા  ઘૈણની ઈયળો તંતુમૂળ અને ત્યાર બાદ મુખ્ય મુળને કાપીને સમગ્ર પાકને નુકશાન કરે છે.

Groundnut Cultivation: મગફળીનો પાક લેતી વખતે જોવા મળતી વિવિધ જીવાતના નિવારણ અંગે જરૂરી સુચનો આપવામાં આવ્યા છે. જે અનુસાર મગફળીના પાકમાં સફેદ ઘૈણ (મુંડા) નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. જેનો નિકાલ ન કરતા  ઘૈણની ઈયળો તંતુમૂળ અને ત્યાર બાદ મુખ્ય મુળને કાપીને સમગ્ર પાકને નુકશાન કરે છે. આ નુકશાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે, અને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. જો ઘૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર આ મુજબના પગલાં લેવા સંબંધિત ખેડૂતોને જાણ કરવામાં આવે છે.

સફેદ ધૈણનો ઉપદ્રવ અટકાવવા લો આ પગલાં

* પ્રમાણમાં સારો વરસાદ થયા પછી જર્મીનમાં પડી રહેલ સુષુપ્ત ઢાલિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નિકળીને  ખેતરના શેઢા-પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવે છે. આ ઢાલિયાને ઝાડના ડાળા હલાવી, નીચે પાડી, વીણાવી લઈ, કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવાનો હોય છે.

*ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના બધા પાન ઉપર સારી રીતે છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા ક્લોસ્પાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

* દીવેલીનો ખોળ ૫૦૦ કિગ્રા/ હેકટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ધૈણ ઉપરાંત મગફળીના પાકમાં ડોડવાને નુકશાન કરતી જીવાતો સામે પણ રક્ષણ આપી શકાય છે.

* ઘૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમા આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો.

* બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસોપ્કિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ એક કિગ્રા બીજને માવજત આપી વાવેતર કરવું. ઉગવાના ૩૦ દિવસ પછી આ ફુગ ૧ કિગ્રા ૩૦૦ કિગ્રા દિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી.

* સામુહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૫ મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલમિલિ અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી ૨ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૬.૫ મિલિ પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજ માવજત વાવતા પહેલા ત્રણ કલાકે આપી છાંયડામાં સુકવી વાવેતર તરીકે ઉપયોગ કરવો.

* મીથોક્સી બેન્ઝીન આ જીવાતના બધા પુખ્ત કીટકો એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ × ૫ સેં.મી. ના વાદળી (સ્પોંજ)ના ટૂકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલું મીથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું.

* ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ૨૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી હેક્ટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જો પિયત આપવાનું થતુ ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પુરતા પ્રમાણમાં આપવી.

 * આ કીટનાશકને રેતી સાથે ભેળવી વરસાદ પહેલા ચાસની બાજુમાં રેડવાથી પણ સારા પરિણામ મેળવી શકાય.

આ અંગે વધુ જાણકારી  મેળવવા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૩ નો સંપર્ક કરવા જણાવાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget