શોધખોળ કરો

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન

Agriculture News: ગાંધીનગર ખાતે ગત તા. ૨૬મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે.

આ આયોજન અંગે વિગતો આપતા કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તા. ૧૧મી નવેમ્બર, ૨૦૨૪ના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતેથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તા. ૦૩ ઓક્ટોબરથી ૩૧ ઑક્ટોબર,૨૦૨૪ દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪ ૨૫ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફળી રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ.૧૪૮૦ પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી પી.એસ.એસ હેઠળ ટેકાના ભાવે ૬૧,૩૭૨ લાભાર્થી ખેડૂતો પાસેથી  રૂ. ૬૭૧ કરોડથી વધુ કિંમતના ૧,૧૮,૦૦૦ મે. ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી. ગત વર્ષના પ્રમાણમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ

માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ત્રણ હોડીમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી, જુઓ વીડિયોમાં | Abp AsmitaSurat Railway Station | સુરતના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, જુઓ નજારો| Watch VideoHun To Bolish | હું તો બોલીશ | દિવાળીમાં મુસાફરી મોંઘી કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આવા શિક્ષકોને શિક્ષા ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
IND vs NZ: ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ BCCI એક્શન મોડમાં, ખેલાડીઓ માટે કડક આદેશ જાહેર
IND vs NZ: ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ BCCI એક્શન મોડમાં, ખેલાડીઓ માટે કડક આદેશ જાહેર
MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
Subhadra Yojana: સુભદ્રા યોજના હેઠળ આ મહિલાઓને મળશે 10000 રૂપિયા, જાણો ક્યાં કરવી પડશે અરજી?
Subhadra Yojana: સુભદ્રા યોજના હેઠળ આ મહિલાઓને મળશે 10000 રૂપિયા, જાણો ક્યાં કરવી પડશે અરજી?
Diwali 2024: દિવાળી દરમિયાન થતા પ્રદૂષણથી તમારી જાતને બચાવવા આ ટીપ્સ કરો ફોલો
Diwali 2024: દિવાળી દરમિયાન થતા પ્રદૂષણથી તમારી જાતને બચાવવા આ ટીપ્સ કરો ફોલો
Embed widget